New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-87.jpg)
અતિ પૌરાણિક મંદિરની પ્રોટેકશન વોલ તુટતા ભાગદોડ
વાલિયા ગામમાં આવેલ પૌરાણિક કમળા માતાજીના મંદિરના તળાવની પ્રોટેક્શન વોલ અચાનક તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.
આજરોજ સવારથીજ ધોધમાર વરસાદ વરસતા વાલિયા ખાતે આવેલ અતિપૌરાણિક મંદિર નજીકના તળાવની પ્રોટેકશન વોલ એકાએક ઘસી પડતા ભાગ દોડ મચી જવા પામી હતી. વાલિયા ગામમાં આવેલ પૌરાણિક કમળા માતાજીના મંદિરના તળાવ કિનારે આ પ્રોટેક્શન વોલ ઉભી કરવામાં આવી હતી.જો કે,
આ બનાવમાં કોઈપણ જાતની જાનહાની નહિ પહોંચતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા. વાલિયા ખાતેના તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી થયા ની જાણ ગામના જ આગેવાન વિજય વસાવાને થતા તેઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સાવચેતીના ભાગરૂપે લોકોને તે તરફ ન જવા એલર્ટ કર્યા હતા અને આ અંગે તંત્રમાં પણ જાણ કરી હતી.
Latest Stories