Connect Gujarat
Featured

સુરત : અતિશય ઉકળાટ બાદ મેઘરાજાની "રી-એન્ટ્રી", વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત : અતિશય ઉકળાટ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી
X

ગત સપ્તાહ સુધી સુરત શહેરમાં વરસેલા વરસાદે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું હતું, ત્યારે થોડા દિવસના વિરામ અને અસહ્ય ઉકળાટ બાદ સોમવારના રોજ શહેરમાં ફરીથી મેઘરાજાની રી-એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ સુધી ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ઠેર ઠેર પુરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે હાલ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરી ગયાં છે. તો સાથે જ વરસાદે પણ વિરામ લેતાં લોકો પણ અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા હતા, ત્યારે સોમવારના રોજ એકાએક શહેરનું વાતાવરણ વાદળછાયું બની ગયું હતું અને ધીમે ધીમે વરસાદની શરૂઆત થઇ હતી. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. જેમાં અઠવા, કતારગામ અને વરાછા સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જોકે એક સમયે વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકોને પણ મુશ્કેલી પડી હતી, ત્યારે હાલ તો શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા બફારાથી શહેરીજનોને સાંપડી રાહત મળી છે

Next Story