Connect Gujarat
ગુજરાત

સુરત પાંડેસરા જીઆઇડીસીની મારૂતિ મીલમાં ભીષણ આગ

સુરત પાંડેસરા જીઆઇડીસીની મારૂતિ મીલમાં ભીષણ આગ
X

સુરતના પાંડેસરા GIDCમાં આવેલ શાલુ ડાઇંગ મીલમાં મધ્યરાત્રીના બે વાગ્યે અચાનક ત્રણ સ્લેબ તૂટી જતા ૧૦૦જેટલા કામદારો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તરત જ વહેલી સવારથી સુરત ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="51236,51235,51233"]

તેવામાં જ અચાનક શાલુ ડાઇંગ મીલ ની બાજુમાં આવેલ મારૂતિ મીલમાં એકાએક ભીષણ આગ ભંભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.એક તરફ શાલુ ડાઇંગ મીલના સ્લેબ તુટવાથી દટાયેલા કામદારોને બહાર કાઢવાની તેમજ આગને ઓલવવાની કવાયત ચાલી રહી છે.

ત્યારે બીજી બાજુ ફાયર ફાઇટરો દ્વારા બાજુમાં જ આવેલ મારૂતિ મીલની ભિષણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જો કે મોડી રાતે બનેલ સ્લેબ તુટવાની અને આગની ઘટનાના પગલે બાજુમાં આવેલ મારૂતિ મિલમાંથી પણ તમામ કામદારોને બહાર કાઢી આસપાસનો એરીયા ખાલીકરાવાયો હોઇ કોઇ જાનહાનીના અહેવાલ હાલ મળી રહ્યા નથી. હાલમાં તો, આ આગ કેવી રીતે લાગી ? તે જાણી શકાયું નથી.

Next Story