New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/10-mohankunderiya.jpg)
સૌરાષ્ટ્ર ભાજપને પરિણામ પહેલા જ રાજકોટમા મોહન કુંડારિયા, જામનગરમા પૂનમ માડમ, ભાવનગરમા ભારતીબેન શિયાળ જીતે તેનો પુરો વિશ્વાસ છે. આમ ભાજપે પરિણામ પહેલા જ રાહતનો શ્વાસ લઇ લીધો છે. આ બેઠકો પર તમામ સાંસદને રિપીટ કરાયા છે. પરંતુ ગત ટર્મના લીડનો પોતાનો જ રેકર્ડ કોઇ તોડી શકશે તેવું પણ માનવામા આવી રહ્યું છે.
રાજકોટમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ ચાલી રહ્યાં છે. તો જામનગરમાં મીડિયાને કેમેરા અંદર ન લઈ જવા દેવાતા મીડિયાકર્મીઓએ કેમેરા બાર મુકીને વિરોધ નોંધાવ્યો છે. મીડિયા રૂમમાં ખાલી બેસવાની જ વ્યસ્થા કરવામાં આવી છે