/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/ank-gidc-byck-choro-01.jpg)
વાહન ચોર નંબર પ્લેટ કાઢી બાઈક વેચવાની ફિરાકમાં હતો, એન્જીન અને ચેચિસ નંબર આધારે ચોરીનો ભેદ ઉકેલ્યો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ચોરીની બાઈક સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર વિસ્તારમાં ચોરાયેલી મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. વાહન ચોર નંબર પ્લેન્ટ કાઢીને બાઈક વેચવાની ફિરાકમાં હતો. તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે એન્જીન અને ચેચિસ નંબરના આધારે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. અન્ય વાહન ચોરીના ગુના સંદર્ભે તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની વિવિધ ટીમો દ્વારા વાહન ચોરીના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પીએસઆઈ જે.બી જાદવ તથા સર્વેલન્સ સ્ટાફ સાથે વાલિયા ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન એક નંબર પ્લેટ વગરની મો.સા આવતાં તેને ચેક કરતા ગાડીના કાગળો ન હોય જેથી મોટરસાઇકલની કિ.રુ. આશરે 25000ની સી.આર.પી.સી 102 મુજબ જપ્ત કરી ચાલક શહેઝાદ સમદ શેખની સી.આર.પી.સી 41(1) ડી મુજબ અટક કરી હતી.જેની પૂછપરછ દરમિયાન મોટર સાઇકલ ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. જે મોટર સાઇકલની તપાસ કરતા તેનો આર.ટી.ઓ રજિસ્ટેશન નંબર જી.જે. 16. બી.એલ 8701 હોવાનું બહાર આવ્યું હતું. તે મોટર સાઇકલ અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તાર માંથી ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પકડાયેલ વાહન ચોર અન્ય ચોરીના ગુના સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ આરંભી હતી.