અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓ અને મેનેજમેન્ટનું થયું સુ:ખદ સમાધાન,હડતાલ સમેટાઇ

New Update
અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓ અને મેનેજમેન્ટનું થયું સુ:ખદ સમાધાન,હડતાલ સમેટાઇ

અંકલેશ્વર ખાતે આવેલ નર્મદા ક્લીન ટેક (NCT)જે અંકલેશ્વર,પાનોલી અને ઝગડિયા ના ઉદ્યોગો નું ગંદુ પાણી જરૂરી ટ્રીટમેન્ટ કર્યા પછી કંટીયાજાલ નજીક આવેલ દરિયા માં પાઈપ લાઈન દ્વારા પોહ્ચાડવાની કામગીરી કરે છે.અને આ મહત્વની કામગીરી કરતા કર્મચારીઓ તારીખ ૨૪/૦૭/૧૯ (બુધવાર) ના રોજ થી પ્રતિકધરણા/ ભૂખ હડતાળ શરૂ કરી હતી.

આ બાબતે ગઈ કાલે ગાંધીનગર ખાતે થયેલ મીટીંગ માં આ મુદ્દે વિગતે ચર્ચા થઈ હતી. અને તેના અનુસંધાને આજે નાયબ કલેકટર ભગોરાની અધ્યક્ષતામાં કંપનીના કર્મચારીઓ કમ્પનીના ઉચ્ચ અધિકારીઓ, શહેર પોલીસ અધિકારી ધુરીયા અને મધ્યસ્થી તરીકે માં AIA ના પ્રમુખ મહેશભાઈ, PIA ના પ્રમુખ બી.એસ.પટેલ , ZIA ના શ્રી સુનિલ શારદા,નરેન્દ્રભાઈ ભટ્ટ, ગેજેન્દ્ર ભાઈ પટેલ, બળવંત પટેલ, સલીમ પટેલ,સુનિલભાઈ વસાવાની હાજરીમાં મીટીંગ યોજાઈ હતી.

લાંબા સમય ચાલેલી મીટીંગ ના અંતે કર્મચારીઓ ની મોટા ભાગની માંગણીઓ જેમાં પગાર વધારો, વાર્ષિક પગાર વધારો, બરતરફ કરાયેલા કર્મચારીઓ ની બહાલી, કાયમી કરવાના, બઢતી આપવાની બાબત નો સ્વીકારાતાં હડતાળ સમાપ્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

NCT ના MD આલોક કુમાર દ્વારા ભૂખ હડતાળ પર ઉતરેલ કર્મચારીઓ ને લીંબુ સરબત પીવડાવી અને માંગણીઓ મંજુર કરવાની જાહેરાત કરાતા હડતાળ સમાપ્ત થઈ હતી.