New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/001-1.jpg)
અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે આવતી કાલે યોજાનાર ગણેશ પુરાણ કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા તારીખ-૨૩મી મેના રોજ રામકુંડ રોડ ઉપર આવેલ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે સૌ પ્રથમવાર ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે સવારે જોશિયા ફળીયાથી પોથીયાત્રા નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી કથા સ્થળ ખાતે પહોંચશે આ કથાનું વલસાડવાળા પરમ પૂજ્ય રાકેશભાઈ જોશી રસપાન કરાવશે. આ કથા નિમિત્તે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે. સદર કથાનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.