New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/unnamed-3.jpg)
અંકલેશ્વરના અનમોલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પાર્ક કરેલ એક કારનો કાચ તોડી ગઠિયો સરસામાન અને છુટા પૈસાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના કોસમડી ગામની ગજાનંદ સોસાયટીમાં રહેતા રાજુ નાડારનાઓ વાલિયા ચોકડી પાસે આવેલ અનમોલ પ્લાઝમાં પોતાની કાર પાર્ક કરીને કોઈક કામ અર્થે ગયા હતા. અને તે સમયે તેઓની કારના ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને ગઠિયો સરસામાન અને છુટા રૂપિયાની ચોરી કરી ને ફરાર થઇ ગયો હતો.
બનાવ સંદર્ભે સ્થાનિકો એ જણાવ્યુ હતુ કે એક સપ્તાહમાં કાર ના કાચ તોડીને ચોરી ના બનાવો વધ્યા છે.જોકે હજી સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી.