/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-3.jpg)
અંકલેશ્વર શહેરમાં રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈને રાખડી બજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભારતના પાડોશી દેશ ચાઈના સાથે વણસેલા સંબંધો બાદ ચાઈનાની વસ્તુઓનો વિરોધ થઇ રહ્યો છે, અને રક્ષાબંધન પર્વમાં પણ વેપારીઓએ ચાઈના બનાવટની રાખડીનો બહિષ્કાર કર્યો છે.
અંકલેશ્વરના વેપારીઓ દ્વારા રક્ષાબંધન પર્વ પ્રસંગને સ્વદેશી બનાવટની રાખડીઓ સાથે ઉજવવા માટેની પહેલ કરવામાં આવી છે, અને વેપારીઓએ પણ માત્ર સ્વદેશી રાખડીઓ જ વેચી રહ્યા છે.
બાળકોમાં પ્રિય કાર્ટૂન કેરેક્ટર છોટાભીમ, મોટુ પતલુ , ડોરેમોન સહિતની સ્વદેશી બનાવટની રાખડીઓ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે.
અંકલેશ્વરમાં રાખડીનો વેપાર કરતા વેપારી મૌનીષ સાંકરવાલાએ જણાવ્યુ હતુ કે રાખડીના વેપારીઓ દ્વારા માત્ર સ્વદેશી બનાવટની જ રાખડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, અને રાખડીમાં રૂપિયા 5 થી લઈને 400 રૂપિયા સુધીની રાખડીઓ ભાઈ માટે બહેન પસંદ કરી રહી છે.