અંકલેશ્વરમાં 72 લાખના વિદેશી શરાબ પર રોડ રોલર ફેરવીને નાશ કરાયો
BY Connect Gujarat20 Dec 2016 5:57 AM GMT

X
Connect Gujarat20 Dec 2016 5:57 AM GMT
અંકલેશ્વર તાલુકાના ત્રણ પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર શહેર, જીઆઇડીસી તેમજ તાલુકા પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ વિદેશી શરાબના જથ્થાનો નાશ હાંસોટ રોડને અડીને આવેલ કડકિયા કોલેજ પાસેની અવાવરુ જગ્યામાં કરવામાં આવ્યો હતો.
વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને કચ્ચરઘાણ બોલાવી દેવામાં આવ્યો હતો, વિભાગીય પોલીસ વડા સૈની, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો હતો. ત્રણેય પોલીસ મથકો મળીને અંદાજીત 72 લાખનો દારૂ નાશ કરાયો હતો.
Next Story