અંકલેશ્વર યુવા શક્તિ સંઘ દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું કરાયું વિતરણ

New Update
અંકલેશ્વર યુવા શક્તિ સંઘ દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું કરાયું વિતરણ

અંકલેશ્વર યુવા શક્તિ સંઘ દ્વારા સ્વાઈન ફ્લૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરીને લોકોને આ જીવલેણ રોગથી સાવચેત રહેવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે યુવા શક્તિ સંઘનાં પ્રમુખ મંગલસિંગ, મોહન જોષી સહિતના આગેવાનો દ્વારા રાજ્યભરમાં ફફડાટ ફેલાવનાર સ્વાઈન ફલૂના રોગ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેનો લાભ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, તેમજ કચેરીમાં કામ અર્થે આવતા લોકોએ લીધો હતો.