અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

New Update
અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

લાયન્સ - લાયોનેસ ક્લબ ઓફ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા જીઆઇડીસી પોલીસનાં સહયોગ થી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર જીઆઇડીસી લાયન્સ સ્કૂલ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા 125થી વધુ યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા,ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ,ઉપ પ્રમુખ જશુ ચૌધરી,જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ, મહિલાઓએ સહિત રક્તદાતાઓ એ રક્તદાન કરીને શિબિરને સફળ બનાવી હતી.

આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ પંકજ અંટાળા સહિત લાયન્સ ક્લબના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.