/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-416.jpg)
સમગ્ર રાજયભરના વિવિધ વિસ્તારોમાં વરસાદની સિઝન આવી ગઈ હતી પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહિવત પણે રહ્યો હતો. પરંતુ આજે સવારે ઘણા ઉકળાટ બાદ અંકલેશ્વર શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી છે.
વાયુ વાવાઝોડાની અસરને પગલે વરસેલા વરસાદ બાદ ટૂંકા સમયગારાનો વિરામ લઈને વરસાદ ફરી દક્ષિણ ગુજરાતનાં પંથે પહોંચ્યો છે. વાત કરી રહ્યા છે ભરુચ પંથકના અંકલેશ્વર વિસ્તારની જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી ઉનાળાની ગરમીથી એક તરફ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વરસાદના આગમન થી સમગ્ર પંથકમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ધીમીધારે શરૂ થયેલા વરસાદે ટૂંક સમયમાં જ રફતાર પકડી હતી અને થોડાક સમય માટે મુશળધાર વરસી પડ્યો હતો. તો વરસાદ સાથેજ ચોમાસનું પણ આગમન જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોમાં વર્ષાને લઈને ખુશી જોવા મળી હતી. તો આ વરસાદની વાટે બેઠેલા પંથકના ખેડૂતો પણ ક્યાંક ખુશી અનુભવી રહ્યા છે.