અંકલેશ્વર શાંતિનાથ જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની પુર્ણાહુતી પ્રસંગે શોભાયાત્રા યોજાઈ

New Update
અંકલેશ્વર શાંતિનાથ જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની પુર્ણાહુતી પ્રસંગે શોભાયાત્રા યોજાઈ

અંકલેશ્વર શહેર શાંતિનાથ જૈન સંઘ દ્વારા પાવન પર્યુષણ પર્વની પુર્ણાહુતી પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.

આ પ્રસંગે જૈન મહારાજ સાહેબ, શ્રાવકો સહિત જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ જનક શાહ દ્વારા શોભાયાત્રામાં ભગવાનને લઈને રથમાં બેસવાનું શોભાગ્ય પ્રાપ્ત થયું હતુ.

જ્યારે શાંતિનાથ જૈન સંઘનાં હર્ષદભાઈ ચોક્સીએ આ પાવન પ્રસંગેની સૌને શુભેચ્છા પાઠવી હતી.