Top
Connect Gujarat

અંકલેશ્વર સરદાર પટેલ શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

અંકલેશ્વર સરદાર પટેલ શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત સરદાર પટેલ શાળા ખાતે તાલુકા કક્ષાનાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે રાજ્ય સરકારનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ.

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર તાલુકાની 60 શાળાનાં વિદ્યાર્થીઓ એ 60 જેટલી વિવિધ કૃતિઓ રજુ કરી હતી.

જ્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સરદાર પટેલ શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

સરદાર પટેલ શાળાનાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરનાર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, અન્ય દાત્તા મીરાબેન પંજવાણી સહિતનાંઓનું સન્માન પણ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતનાં પ્રમુખ ભરત પટેલ, નગર પાલિકાનાં પ્રમુખ મીનાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it