અનુષ્કા શર્મા બની ઓનલાઇન જગતની સૌથી વધુ પ્રભાવશાળી સ્ટાર

New Update
અનુષ્કા શર્મા બની ઓનલાઇન જગતની સૌથી વધુ પ્રભાવશાળી સ્ટાર

અનુષ્કા શર્મા સોશયલ મીડિયા પર સૌથી વધુ સમાચારમાં રહેનારી પ્રભાવશાળી સ્ટાર બની.

એક સર્વેક્ષણ દરમિયાન આ જાણવા મળ્યું છે. દરેક ભાષાઓ અને દરેક મીડિયાની નોંધ રાખનાગ વૈશ્વિક કંપની સ્કોર ટ્રેંડસે સમાચારમાં રહેવાના આધાર પર મશહૂર હસ્તીઓની એક રેકિંગ જાહેર કરી છે. આ આંકડા ફેસબુક, ટ્વિટર અને ૧૪ ભાષાઓમાં પ્રિન્ટ પ્રકાશન, સોશયલ મીડિયા, બ્રોડકાસ્ટ તેમજ ડિજિલ મચ પર વાયરલ થનારા સ્ત્રોથી સંકલિત કરવામાં આવ્યું હતું.

જેમાં અનુષ્કાને ૭૧.૯૦ સ્કોર મળ્યો છે જે સૌથી વધુ છે. એ પછી પ્રિયંકા ચોપરા ૫૦.૩૪, દીપિકા પદુકોણ ત્રીજા ક્રમાંકે ૪૦.૯ અને કંગના રનૌત ૩૧. ૭૮ ગુણ મેળળીને ચોથું સ્થાન પામી છે.