Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : આદિવાસી કલા અને સંસ્કૃતિના થયા દર્શન, વસ્ત્રાપુરમાં યોજાયો મેળો

અમદાવાદ : આદિવાસી કલા અને સંસ્કૃતિના થયા દર્શન, વસ્ત્રાપુરમાં યોજાયો મેળો
X

આદિવાસી સમાજને આગળ લાવવા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે આદિવાસી ઉત્થાન સમિતિ દ્વારા આદિવાસી મેળાનું આયોજન કરાયું છે. જેમાં પંચમહાલ, અરવલ્લી તથા અન્ય જિલ્લાના આદિવાસીઓ દ્વારા અલગ-અલગ પ્રકારના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.

ભારતની સંસ્કૃતિ કે આદિજાતિ આદિવાસીઓથી આગળ વધતી આવી છે, ત્યારે આજ સંસ્કૃતિના લોકોને આગળ લાવવા માટે સરકાર દ્વારા અને આદિવાસી ઉત્થાન સમિતિ દ્વારા આવનવા પ્રયોગો કરવામાં આવે છે. જેમાં આદિવાસી પરંપરાગત હસ્તકલા મેળો યોજવામાં આવ્યો હતો. જંગલોમાં મળતી દેશી ઔષધીઓ, અલગ-અલગ પ્રકારના ક્રાફ્ટ, વાસમાંથી બનેલા ફર્નિચર જેવી અન્ય સાધન સામગ્રીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસીઓનું પરંપરાગત હથિયાર ગણાતા એવા ગીરકાંઠાનાને પણ પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું. જોકે બીજા શહેરો કરતા અહીંયા લોકોને જાણ ઓછી હોવાથી આદિવાસી મેળામાં મહદઅંશે વેચાણ ઓછું થઈ રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Next Story
Share it