/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/white-wine..jpg)
પોલીસે ૬ બોટલો સહિત ૭ વાહનો જપ્ત કર્યા
અમદાવાદના નરોડામાંથી ૧૪ વેપારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસે ત્યાંથી ૬ દારૂની બોટલો અને ૭ વાહનો કબજે કર્યા છે.
નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા ૧૪ વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી. એવું કહેવાઇ રહ્યું છે કે, તેઓ બર્થડે પાર્ટી મનાવવા માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા, ત્યાં તેઓએ દારૂ પાર્ટી યોજી હતી. મહેફીલ યોજાયાની પોલીસને બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી, અને હોટલમાંથી પોલીસે દારૂની ૬ બોટલો, ૬ મોબાઈલ ફોન અને ૭ વાહનો સહિત રૂપિયા ૬.૯૮ લાખનો મુદામાલ જપ્ત કરી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.