હિંદુઓના પવિત્ર યાત્રા ધામ અમરનાથ જતા હજારો યાત્રિયો ભારે વરસાદના કારણે અટવાયા છે.

ભરૂચના 7 યાત્રીઓના એક જૂથ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે રામબાણ થી પહેલગાંવ વચ્ચે ભારે વરસાદના કારણે હજારો યાત્રિયો 5 કલાક થી ટ્રાફિકમાં અટવાયા છે જેમાં ભરૂચના કબીરપુરા વિસ્તારના 7 યાત્રિયો પણ અટવાયા છે .

તેઓએ કનેક્ટ ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં રામબાણ અને પહેલગાંવ વચ્ચે પહાડોમાં આશરે 12 કિમિ લાંબી વાહનોની કતાર લાગી છે જેને ધીરે ધીરે ભારતીય સેનાની મદદ થી આગળ ધપાવામાં આવી રહી છે.

તદુપરાંત સેના દ્વારા રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે અને સુરક્ષા અને સલામતીની દૃષ્ટિ એ સબ સલામત હોવાનું પણ યુવાનો એ જણાવ્યું છે.

 

 

LEAVE A REPLY