New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-445.jpg)
પ્રથમ વરસાદે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં કહેર સર્જાયો છે. સાવરકુંડલાના વાશીયાળી નજીકની સુરવો નદીમાં ઘોડાપુર આવતા એક બળદગાડા સહિત ખેડૂત દંપતી પાણીમાં તણાઈ ગયું હતું. પાણીમાં તણાયેલા દંપતીના ખેડૂત યુવકને બાવળ હાથમાં આવી જતા બચાવ થયો હતો.અને મહિલા બળદ ગાડામાં પુરના પાણીમાં ઓજલ થઈ ગઈ હતી. જે તંત્રને વંડા નજીકના પુલ પાસેથી બન્ને બળદ અને ગાડું હાથ લાગ્યું હતું. પણ મહિલાની શોધખોળ હજુ તંત્ર કરી રહ્યું છે.
બળદને ગાડું દટાયેલા મળેલા હોવાથી હાલ જે.સી.બી. વડે ખોદકામ કરીને મહિલા દટાઈ હોવાની શંકાએ ખોદકામ તંત્ર કરી રહ્યું છે. ટી.ડી.ઓ., પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો શોધખોળ કરી રહ્યો છે.