અરગામા સ્થિત અંશિકા પોલીસર્ફ કંપનીમાં ૩૦ ફૂટ ઊંચાઈએથી પટકાતા ૧ કામદાર ગંભીર

New Update

વાગરાના અરગામા ગામે આવેલ સાયખા કેમિકલ ઝોનમાં સ્થિત અંશિકા પોલીસર્ફ કંપનીમાં સાફસફાઈ કરી રહેલ કામદાર ૩૦ ફુટ ઊંચાઈ પરથી પટકાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ કામદાર ને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સલાદરા ગામ નજીક વાગરા ભરૂચ માર્ગ પર આવેલ વસાહતમાં વસવાટ કરતો અને અંકલેશ્વરની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના કોન્ટ્રકટમાં કામ કરતો પ્રેમકુમાર નારસિંહ પરમાર બપોરના સુમારે અંશિકા પોલીસર્ફમા ૩૦ ફૂટની ઊંચાઈએ સાફ સફાઈ કરી રહ્યો હતો.એકાએક શારીરિક સંતુલન ગુમાવતા પ્રેમકુમાર જમીન પર પટકાતા તેને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી.સાથે મોઢાના ભાગે વાગતા દાંત તૂટી ગયા હતા તેમજ જડબું પણ ફાટી ગયુ હતુ.જેથી તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે.અંશિકા પોલીસર્ફ કંપનીમાં સેફટીના સાધનો અને નિયમોને અભરાઈએ ચઢાવીને કામદારો પાસે કામ કરાવવામાં આવતુ હોવાની વ્યાપક ચર્ચાઓએ જોર પકડયું છે.ત્યારે સેફટી વિભાગના અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરશે...?

publive-image

અંશિકા પોલીસર્ફના સંચાલકોનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ

વાગરાના અરગામા ગામે કાર્યરત અંશિકા પોલીસર્ફ કંપનીમાં ૩૦ ફૂટની ઊંચાઈએથી પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કામદાર વિશે માહિતી મેળવવા અંશિકા પોલીસર્ફના મુખ્ય સંચાલક ચિરાગભાઈનો ટેલિફોનિક સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ ગોળ ગોળ વાતોનું રટણ કરી ઘટના પર ઢાંકપિછોળો કરવાનો બાલીશ પ્રયાસ કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે સદર અકસ્માત માટે કંપનીની કોઈ જવાબદારી બનતી નથી. કોન્ટ્રાક્ટનો માણસ હોવાથી કોન્ટ્રાકટર પાસેથી માહિતી મેળવી લેવા જણાવી પોતે જવાબદારીમાંથી છટકી ગયા હતા.અત્રે નોંધનીય છે કે કંપની એકટ મુજબ કંપની પ્રિમાઇસીસમાં બનતી કોઈ પણ ઘટના અંગે કંપની જ જવાબદાર હોય છે.

Read the Next Article

અમરેલી : અમેરિકન ચીજવસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે વિરોધ, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત

અમરેલીના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

New Update
  • ટ્રમ્પના ટેરિફ સામે દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • રાજકમલ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

  • શહેરીજનોએ અમેરિકન ચીજવસ્તુઓની હોળી કરી

  • દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

  • અમેરિકન વસ્તુનો બહિષ્કાર કરવા લોકોને આહ્વાન

અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અમેરિકન પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે. જેમાં 25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેની સામે હવે ગુજરાત અને ભારતમાંથી વિરોધનો સૂર ઉઠવાનું શરૂ થયું છે. અમરેલીમાં સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીપૂર્વ સાંસદ નારણ કાછડીયાડો. ભરત કાનાબારની આગેવાનીમાં શહેરીજનોએ ટ્ર્મ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોળી કરી હતી. અમેરિકાએ ભારત પર આકરો ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ છેત્યારે દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું છે.

Latest Stories