અરવલ્લીના ટીંટોઇમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં 4 મકાનના તૂટ્યા તાળાં

New Update
અરવલ્લીના ટીંટોઇમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં 4 મકાનના તૂટ્યા તાળાં

અરવલ્લી જિલ્લાના ટીંટોઇમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક રાતમાં ચાર મકાનના તાળા તોડી રોકડ સહિત દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. હાલ ઉનાળાની ઋુતુ છે ત્યારે કાળઝાળ ગરમીમાં લોકો રાત્ર ધાબા પર સૂવાનું પસંદ કરી રહ્યા છે જેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. રાત્રે ધાબા પર સૂતા પરિવારોના મકાનોમાં તસ્કરોએ હાથ સાફ કરી નાખ્યા.

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે રાત્રીના સમયે તસ્કરોએ એકસાથે ચાર જેટલા મકાનોને નિશાન બનાવ્યું અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ટીંટોઇ ગામે ભોગ બનનાર પરિવારો ગરમીને કારણે રાત્રે ધાબા પર મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે તસ્કરો એ ઘરના તાળા તેમજ દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ચોરોએ ઘરમાં પ્રવેશી તિજોરીમાં રહેલા ઘરેણાં અને રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં તમામ મકાનોમાં તસ્કરોએ બધો જ સમાન વેર વિખેર કરીને પલાયન થઇ ગયા હતા. ભોગ બનનાર પરિવારો ના જણાવ્યા અનુસાર તસ્કરો ચાર મકાન માંથી કુલ સવા બે લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ અંગે મોડાસા રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.