Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપાના લોકો પદયાત્રા કરી મિની ઊંઝા પહોંચ્યા

અરવલ્લી: સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપાના લોકો પદયાત્રા કરી મિની ઊંઝા પહોંચ્યા
X

મોડાસાના ઉમિયા મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપા ખાતેથી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ આવી પહોંચ્યા હતા. આ તમામ લોકો છેલ્લા પચાસ વર્ષ કરતા પણ વધારે વર્ષથી ઉંઝા ખાતે પદયાત્રા કરીને જાય છે, પણ ગત વર્ષથી તેઓ મોડાસાના ઉમિયા મંદિરે આવે છે.બીજા સૌથી મોટા ઉમિયા ધામ તરીકે ઓળખાતા એવા મોડાસા ઉમિયા મંદિરમાં ભક્તોનો એક સંઘ દર્શનાર્થે પહોંચ્યો હતો, જેનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘ દ્વારા રથ લઇને દર્શન કરવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રામપુરા કંપા ખાતેથી આવી પહોંચ્યો હતો, અને ઉમિયા મંદિરમાં ધ્વજા ચઢાવી હતી. દર વર્ષે ગામના લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે પગપાળા સંગ લઇને મંદિર પદયાત્રા કરીને આવી પહોંચે છે. મહત્વનું છે કે, ગત વર્ષથી રામપુરા કંપાના ગ્રામજનો દ્વારા મોડાસાના ઉમિયા મંદિરે પ્રથમવાર પદયાત્રા કરીને આવી પહોંચ્યા હતા. ગામના લોકોએ પદયાત્રા કરીને દર્શન કરવાની શરૂઆત ઊંજાના ઉમિયા ધામ ખાતે સત્તાવન વર્ષ પહેલા કરી હતી, ત્યારે હવે તેઓ દરવર્ષે મોડાસાના ઉમિયા મંદિર ખાતે પદયાત્રા કરીને દર્શન કરવા માટે ભાવપૂર્વક આવી પહોંચે છે.

Next Story