રાજકોટ : આજીનદીનાં પટ્ટમાંથી બાળકનું કપાયેલુ મળ્યું માથું, તાંત્રીક વિધીની શંકા

New Update
રાજકોટ : આજીનદીનાં પટ્ટમાંથી બાળકનું કપાયેલુ મળ્યું માથું, તાંત્રીક વિધીની શંકા

રાજકોટની આજીનદીનાં પટ્ટમાંથી બાળકનું માથુ કપાયેલી હાલતમાં મળતા ચકચાર મચી છે. પોલીસને ઘટનાની જાણ થતા ડી.સી.પી સહિતનો પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે સ્થળ પર માત્ર બાળકનું માથું જ મળી આવ્યું હતું અને ઘડ થી માથું તિક્ષ્ણ હથીયાર વડે કાપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બાળકની બલી ચડાવીને તાંત્રીક વિદ્યામાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા જતા તપાસ શરૂ કરી છે.

હત્યાનું ઘેરાતુ રહસ્ય...

રૂખડીયા પરા વિસ્તારમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી મહિલાઓ આજે સવારે કુદરતી હાજતે નદીનાં પટ્ટમાં ગઇ હતી. ત્યારે બાળકનું માથું કપાયેલી હાલતમાં જોંઇ ચોંકી ઉઠી હતી અને સ્થાનિકોને જાણ કરી હતી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ થતા ડી.સી.પી., ક્રાઇમ બ્રાન્ચ અને બી-ડિવીઝન પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં બાળકનું માથું તિક્ષ્ણ હથિયાર થી કાપી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બાળકનાં શરિરનાં અન્ય ભાગ ન મળતા પોલીસે ફાયરબ્રિગ્રેડની ટીમો દ્વારા આજીનદીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. બાળકની હત્યા અન્ય સ્થળે કરી માત્ર માથું જ આજીનદીમાં ફેંકી ગયા હોવાની પોલીસને શંકા છે. જેથી પોલીસે બાળકની હત્યા પાછળનું રહસ્ય જાણવા વિવિધ દીશાઓમાં તપાસ શરૂ કરી છે.

publive-image

તાંત્રીક વિધી માટે બાળકની બલી...?

શહેરનાં રૂખડીયાપરા વિસ્તારમાંથી બાળકની હત્યા કરાયેલું માત્ર માથું મળી આવ્યું હતું. જોકે આ હત્યા પાછળ તાંત્રીક વિધી કરવામાં આવી હોવાનું પોલીસનું અનુમાન છે. તાંત્રીક વિદ્યા કરવા માટે થઇને બાળકની બલી ચડાવવામાં આવી હોવાની શંકા પોલીસને દ્રઢ બની છે. કારણ કે, મૃત બાળકનાં માથાનાં ભાગનાં વાળ અસ્ત્રાવડે ઉતારવામાં આવેલા છે અને તેના માથાનાં ભાગે ચોટી રાખવામાં આવેલી છે. એટલું જ નહિં બાળકનાં દાંત તિક્ષ્ણ જોવા મળ્યા છે અને આંખો ખુલ્લી અવસ્થામાં છે. સુુત્રોનું માનિએ તો, 9 વર્ષ થી 12 વર્ષ સુધીનાં બાળકોની તાંત્રીક વિધી કર્યા બાદ બલી ચડાવવામાં આવતી હોય છે. જોકે આ પ્રકારની વિધી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા વિસ્તારોનાં તાત્રીકો કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે ગુજરાતનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા બાળકોની વિગતો મંગાવીને તપાસ શરૂ કરી છે.

હજું પણ અનેક લોકો તાંત્રીક વિદ્યા અને અંધશ્રદ્ધામાં માનતા હોવાનું સામે આવે છે ત્યારે આ બાળકની હત્યા તાંત્રીક વિદ્યા પાછળ કરવામાં આવી છે કે અન્ય કોઇ કારણ છે તે દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે રૂખડીયાપરા વિસ્તારનાં આજીનદીનાં પટ્ટમાં આ પ્રકારે બાળકનું માથું મુકી જવું અને ઘટનાની સ્થાનીકોને ભનક પણ ન લાગવી તેનાં પરથી સ્પષ્ટ થાય છે કે હત્યા કરી માથું મુકી જનાર આ વિસ્તારનો જાણકાર હોઇ શકે છે. કારણ કે, માથાની આસપાસ કોઇ લોહિનો ડાઘ પણ ન જોવા મળતા હત્યા અન્ય સ્થળ પર જ કરવામાં આવી હોવાનું પોલીસનું દ્રઢ માનવું છે. જોકે બાળકની આ હત્યાનું રહસ્ય ઘેરુ બન્યું છે ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.

Latest Stories