Connect Gujarat
ગુજરાત

આજે ૧લી મે “ગુજરાત સ્થાપના દિન”

આજે ૧લી મે “ગુજરાત સ્થાપના દિન”
X

ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા.

કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

આજે ગુજરાત રાજ્ય ભારતના કુલ વિસ્તારનો છ ટકા વિસ્તાર અને કુલ વસ્તીના પાંચ ટકા હિસ્સો ધરાવે છે. આજે શિક્ષણ-વેપાર-ઉદ્યોગ-રોજગાર દરેક ક્ષેત્રે ગુજરાતીઓ સિદ્ધિના શીખરે બિરાજે છે ત્યારે ગુજરાત ગૌરવ દિને એટલું જ કહેવું રહ્યું: જય જય ગરવી ગુજરાત...

Next Story