આરતી ઇન્ડસ્ટ્રીઝ વાપી દ્વારા કલોરીન લીકેજનો સીનારીયો ઊભો કરી કરાયું મોકડ્રીલ

New Update
આરતી ઇન્ડસ્ટ્રીઝ વાપી દ્વારા કલોરીન લીકેજનો સીનારીયો ઊભો કરી કરાયું મોકડ્રીલ

વલસાડ જિલ્લાના વાપી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કલોરીન લીકેજ કે કેમીકલ લીકેજ દરમ્યાન કટોકટીના સ્થિન્તમાં કરવાની કામગીરી અંગે મોકડ્રીલ કરાયું હતું.

તા.૨૯ના દિને આરતી ઇન્ડસ્ટ્રીઝમાં સવારે ૧૦ વાગ્યે ઇમર્જન્સી સાયરન વગાડી મોકડ્રીલ શરૂ કરાયું હતું. ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને પૂર્વનિર્ધારીત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ કર્મચારીગણની ગણતરી દરમિયાન ૪ કર્મચારીઓ ગુમ જણાતાં તાત્કાલિક ધોરણે ઇ.ઓ.સી વાપી અને ફાયર સેફટી વિભાગને જાણ કરવામાં આવી. એન.ડી.આર.એફ દ્વારા કેમીકલ લીકેજ દરમ્યાન કટોકટીના સ્થિતીમાં કરવાની થતી જરૂરી કામગીરી અને અન્ય જરૂરી પગલા વ્યવસાયિક આવડત સાથે કરવામાં આવતા ૪ ગુમ કર્મચારીઓ તથા અન્ય તમામ કર્મચારીગણને સલામત સ્થળ પર ખસેડવામા આવતા મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. ઘાયલ કર્મચારીઓને જરૂરી ફસ્ટ એઇડ આપવામાં આવી હતી.

આ મોકડ્રીલ એન.ડી.આર.એફ અને ડી.આઇ.એસ.એ, ફાયર વિભાગ, પોલીસ, સીવીલ એડમીન, સીવીલ ડીફેન્સ, ૧૦૮, પી.એચ.સી, અનેઆરતી ઇન્ડસ્ટ્રીસના કર્મચારીઓના સંયુકત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. એન.ડી.આર.એફના ૬ સ્ટેક હોસ્ડર, ૧ ઓફિસર, ૪ એસ.ઓ, ૪૩૦ ઓ.આર, અને ડી.આઇ.એસ.એચ ના ડેપ્યુટી ડાયરેકટર એસ.એચ.વસાવા તથા એસી ધરમવિર સિંહની નિગરાની સમિતિ હેઠળ મોકડ્રીલ કરાયું હતું. જેમાં કંપનીના ઓબ્ઝર્વર્સ તથા સીનીયર કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ મોકડ્રીલના પ્રથમ તબક્કામાં સંયુકત બેઠક રાખવામાં આવી હતી. જેમાં કયા ટેસ્ટ કરવામાં આવશે તથા તમામ લોકોની ભાગીદારી અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં કેમીકલ લીકેજ દરમ્યાન કરવાની થતી કામગીરી, રાખવાની થતી સાવધાની તેમજ મળનારી પ્રતિક્રિયા વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી.