આહવા ખાતે ડિજીટલ ઈન્ડિયા દિવસની ઉજવણી

New Update
આહવા ખાતે ડિજીટલ ઈન્ડિયા દિવસની ઉજવણી

ડિજીટલ પેમેન્ટ્સ, નેટ બેન્કીંગ વિષયે મહિલાઓને એન.આઈ.સી. દ્વારા તાલીમ અપાઈ

ડાંગ જિલ્લા સેવા સદન આહવા ખાતે નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટર ના ઉપક્રમે ડિજીટલ ઈન્ડિયા અંતર્ગત ડિજીટલ પેમેન્ટ્સ, નેટબેંકિગ વિષયે મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. ડિજીટલ ઈન્ડિયા અમલમાં આવ્યાના ૪ વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણીના ભાગરૂપે એન.આઈ.સી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image

એન.આઈ.સી.ઓફિસર સંદિપ ધવલે તાલીમાર્થી બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે UPI., BHIM એપ્લીકેશન દ્વારા નાણાંની ચૂકવણી સલામત રીતે કરી શકાય છે. આપણે સંપૂર્ણ કેશલેસ વ્યવહારની દિશામાં આગળ વધી રહયા છે ત્યારે ડિજીટલ યુગમાં સાવધાની રાખવી પણ એટલી જ અગત્યની છે. અને આપણે કોમ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરીએ ત્યારે એન્ટીવાયરસ પ્રોગ્રામ પણ નાંખવો એટલો જ જરૂરી છે. આજે મોટા ભાગના લોકો પાસે સ્માર્ટ ફોન હોય છે. આપણે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ અને સમય અને નાણાં બચાવીએ. Swayam પોર્ટલ દ્વારા Online કોર્ષ વિડિયોના માધ્યમથી કરી શકાય છે આમ ના વર્તમાન સમયમાં આપણે સૌ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી વિકાસ તરફ આગળ વધીએ.

publive-image

એલ.ડી.એમ.રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રાહકોને કોઈપણ બેંક ક્યારેય ફોન કરતી નથી કે કોઇ વિગત પૂછતી નથી માટે બેંકમાંથી બોલુ છુ એમ કહી ફોન કરનારને ક્યારેય આપણાં એકાઉન્ટની કોઇપણ માહિતી આપવી નહીં. તમામ બેંકો ડિજીટલ કામગીરી સુચારૂ રીતે કરે છે. તમારા મોબાઈલથી પ્લે સ્ટોરમાં જઇ બેંકની મોબાઈલ બેંકીંગ ની સુવિધા તમે મેળવી શકો છો. નાણાંની લેવડ-દેવડ તેમજ ઓનલાઈન પેમેન્ટ તમે ખૂબ ઝડપથી કરી શકો છે.

publive-image

ડિજીટલ ઈન્ડિયા ઉજવણીના આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના મેનેજર માનસિંગભાઈ ચૌધરી, આઈ.સી.આઈ.સી. બેંકના વિજય વિચારે, પરેશભાઈ, માનસભાઈ, સખીમંડળના બહેનો,મહિલા સામખ્યના બહેનો, દીપ દર્શન માધ્યમિક શાળાના વિઘાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Latest Stories