/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/ishrat-jahan.jpg)
ઇશરત જહાંની માતા શમીમા કૌસરની અરજી પર સુનાવણી ગત માસે જ પૂરી થઈ હતી
બહુ ચર્ચિત ઇશરત જહાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીનને નિર્દોષ છોડવાના વિરોધમાં CBIની વિશેષ કોર્ટમા અરજી કરવામાં આવી હતી. જે અંગે સુનાવણી કરતાં કોર્ટે આ બંને અધિકારીઓને આરોપમુક્ત કરવાની અરજીને ફગાવી દીધી છે. વિશેષ ન્યાયાધીશ જે.કે.પંડ્યાએ 30 જૂનનાં રોજ સુનાવણી પૂરી કરી હતી.
CBIની વિશેષ કોર્ટે ગત મહિના સેવાનિવૃત પોલીસ અધિકારીઓ, CBI અને ઈશરત જહાંની માતા શમીમા કૌસરની અરજી પર સુનાવણી ગત માસે જ પૂરી કરી હતી. શમીમા કૌસરે ડી.જી.વણઝારા અને એન.કે. અમીનને નિર્દોષ છોડવાની અરજીના મામાલને કોર્ટમાં પડકાર્યો હતો. શમીમા કૌસરે વિશેષ CBI કોર્ટમાં દલીલ કરી હતી કે બંને સેવાનિવૃત પોલીસ અધિકારીઓ વિરૂદ્દ પુરતાં પુરાવાઓ છે. આ મામલે વણઝારા અને અમીન આરોપી છે.
વકીલ પી.આઈ.પરવેઝ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કૌસરે કહ્યું હતું કે બંને આરોપીઓને છોડવા ન જોઈએ, કેમકે બંને વિરૂદ્ધ પૂરતાં પુરાવાઓ છે. તેઓએ કહ્યું કે રેકોર્ડમાં દાખલ પુરાવાઓ અનુસાર બંને ઘટનાસ્થળ પર જ હાજર હતા અને કોલ રેકોર્ડ અનુસાર બંને ઘટનામાં અન્ય આરોપીઓની સાથે સતત સંપર્કમાં હતા. ઇશરત જહાં કેસમાં ગુજરાત પોલીસના પૂર્વ પ્રભારી મહાનિર્દેશક પી. પી. પાંડેને સાક્ષીઓના અભાવે ફેબ્રુઆરીમાં આરોપમુક્ત જાહેર કર્યા હતા. વણઝારાએ મામલામાં સમાન આધારે પોતાને આરોપમુક્ત કરવાનો આગ્રહ કર્યો હતો.