/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/risat-2-B.jpg)
RISAT 2B સેટેલાઇટથી આફત, સુરક્ષાદળ અને સીમા પર નજર રાખી શકાશે
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ISROએ અંતરિક્ષમાં એક મોટુ પગલુ ભર્યુ છે. આજે સવારે 5.27 કલાકે પીએસએલવી સી-46 દ્વારા રિસેટ-2બી ઉપગ્રહને પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે.પીએસએલવી સી-46ને આંધ્રપ્રદેશના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ 555 કિલીમીટરની ઉંચાઇ પર સ્થાપિક કરવામાં આવશે.
RISAT 2B સેટેલાઇટથી આફત, સુરક્ષાદળ અને સીમા પર નજર રાખી શકાશે. આ સેટેલાઇટ દ્વારા સીમાઓની નિગરાની અને ઘૂસણખોરીમાં રોકથામમાં મદદ મળશે. રિસેટ-2બી સેટેલાઇટ ક્લાઉડી કન્ડીશન એટલે કે ઘેરાયેલા વાદળો અને ખરાબ હવામાનની સ્થિતિમાં પણ હાઇ રિઝોલ્યૂશન તસવીરો લેવામાં સક્ષમ છે.આનાથી આફત અને રાહત કાર્યમાં લાગેલા લોકો અને સુરક્ષાદળોને ખુબ મદદ મળશે. આ ઉપગ્રહ પ્રક્ષેપણની સાથે જ ભારતને હવે ગમે તેવા વાતાવરણમાં દુશ્મન દેશ પર નજર રાખવામાં મદદ મળશે. એટલે આ અંતરિક્ષમાં ભારતની ગુપ્ત આંખ પણ કહેવાશે.