/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/35802225_388573824981393_97077711272411136_n.jpg)
ડેન્ટલ તબીબે ગળે ફાંસો ખાધો, બહેને પણ ફિનાઈલ પીધું
ઈડર સિવિલ હોસ્પિટલના તબીબે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવા ડોક્ટરે કયા કારણોસર આત્મહત્યા કરીને તે ચર્ચા ચકડોળે ચઢી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ઈડરના પાંચ હાટડીયા વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં સિવિલિ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડેન્ટલ તબીબ ડો.ભાવિન રામટાએ આપઘાત કર્યો છે. ડો.ભાવિન રામટાએ પોતાના મકાનમાં ઉપરના રૂમમાં ગઈકાલે રાત્રે આત્મહત્યા કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, તેમની સાથે તેમની બહેને પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમની બહેને ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં ડોક્ટરનું મૃત્યુ થયું હતું.
પોલીસને હજી સુધી બંનેએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી મળી આવ્યું નથી. પરંતુ હાલ પોલીસ તેનું કારણ જાણવામાં લાગી ગઈ છે. કારણ કે, પોલીસને આત્મહત્યાના સ્થળ પાસેથી કોઈ ચિઠ્ઠી કે લખાણ પણ મળી આવ્યું નથી.