/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/fd802f04-f7f5-11e6-aa44-d0b605bc50f5.jpg)
યશરાજ બેનરે થોડા દિવસ પહેલા જ એ ની આગામી રિલીઝ ફિલ્મોની યાદી બહાર પાડી હતી. જેમાં અર્જુન કપુર અને પરિણીતી ચોપરા અભિનીત 'સંદીપ ઔર પિંકી ફરાર' વરુણ ધવન અને અનુષ્કા સ્ટાટર 'સુઈ ધાગા' તેમજ આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટાટર ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નો સમાવેશ થાય છે.
આ ત્રણ ફિલ્મ ઉપરાંત યશરાજ ફિલ્મસે ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ અભિનીત વધુ એક ફિલ્મની પણ ઘોષણા કરી છે. જો કે આ ફિલ્મનું શિર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. પણ ફિલ્મની અભિનેત્રી તરીકે વાણી કપૂરનું નામ સામે આવ્યું છે. ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ આનંદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે એમને એક સ્ફુર્તીલી તેમજ યંગ અભિનેત્રીની શોધ હતી. જે આખરે વાણી કપુરના રૃપમાં પૂરી થઈ છે.
સુત્રોના કહેવા પ્રમાણે આ ફિલ્મનું શુટિંગ આવતા વર્ષના એપ્રિલમાં શરુ કરવામાં આવશે. આ ફિલ્મની સાથે જ ઋત્વિક ૧૧ વર્ષ પછી યશરાજ બેનરમાં પુનરાગમન કરશે.