/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdas.jpg)
ભરૂચ ઓલ્ડ ફાયર સ્ટેશનની ૧૦૮ એમ્બ્યુલન્સને સવારના ૧૧ વાગ્યા ના સુમારે ત્રાલસા ગામ નો એક લેબર પેઇનનો કેસ મળો હતો. કોલ મળતા જ ત્રાલસા પહોંચી સઘર્ભા મહિલાને તપાસી EMT પ્રીતિ ચણાવાળા પ્રસુતા મહિલાને ૧૦૮ એમ્બ્યુલ્સ માં લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલ આવવા રવાના થયા હતા.
દરમિયાન હિંગલ્લા ચોકડી પાસે સગર્ભા મહિલાને પ્રસુતિનો અસહ્ય દુખાવો દુખાવો ઉપડતા EMT પ્રીતિ ચણાવાળા દ્વારા મહિલાની ફરી તપાસતા આ મહિલાને પ્રસુતિ થવાની તૈયારી માં હતી.આવા સંજોગોમાં મહિલાઅને બાળકનો જીવ બચાવવા ૧૦૮ના કર્મચારી દ્વારા એમ્બ્યુલ્સમાં જ ડિલિવરી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું અને EMT પ્રીતિ ચણાવાળા દ્વારા તત્કાલિ ૧૦૮ ની અમદાવાદ ખાતે આવેલી હેડ ઓફીસ માં બેસેલા ડોક્ટરની સલાહ લઈ એમ્બ્યુલ્સમાં સફળતાથી નોર્મલ ડિલિવરી કરાવી હતી.આ ડીલેવરીમાં મહિલાએ એક સ્વથ બાળકીને જન્મ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેર ૧૦૮ ના કર્મચારી પ્રીતિ ચણાવાળાએ છેલ્લા ૩ મહિનામાં ૪ થી ૫ વાર ૧૦૮ એમ્બ્યુલન્સમાંજ સફળ નોર્મલ ડિલિવરી કરાવી એક માનવતાનું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડિ માનવતા મહેકાવી હતી.