/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/Untitled-copy-1.jpg)
સુરત જિલ્લાના ઓલપાડ નજીક આવેલા સરસ ગામે સિધ્ધનાથ મહાદેવ મંદિરે શ્રી વિરબાઇ મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 17 વર્ષો થી પવિત્ર શ્રાવણ માસમાં સેવાની સુવાસ અવિરત પ્રસરાવવામાં આવી રહી છે.
શ્રી વિરબાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિધ્ધનાથ મહાદેવ મંદિરે પગપાળા દર્શનાર્થે આવતા ભક્તો તેમજ કાવડ યાત્રીઓ માટે શ્રાવણ માસના રવિવારે સાંજથી વહેલી સવાર સુધી ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવે છે, અને પ્રસાદી આરોગીને ભક્તો પણ ધન્યતાનો અનુભવ કરે છે.
સિધ્ધનાથ મહાદેવ મંદિરે હાલમાં 3100 ગુલાબના ફૂલોથી શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેના દર્શન માટે પણ દુરદુર થી શિવ ભક્તો ઉમટી રહયા છે.
ટ્રસ્ટના સુભાષભાઈ ઠકકરે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે શ્રી વિરબાઇ મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 17 વર્ષોથી પૂ.શ્રી જલારામ બાપાના ભુખાને ભોજનનાં સિદ્ધાંતને અનુસરીને સેવાકીય કાર્ય કોઈપણ ભેદભાવ વગર અવિરત ચલાવવામાં આવી રહ્યુ છે.