કચ્છ : વાયુ વાવાઝોડાના પગલે 150થી વધુ બોટ સુરક્ષિત સ્થાને ખસેડાઇ

0

કચ્છમાં સંભવિત વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ અને એક્શન મોડમાં આવી ગયું છે.માંડવી બંદરે માછીમારી સાથે સંકળાયેલા માછીમારોને દરિયામાંથી પરત બોલાવી બોટો સલામત સ્થળે લાંગરવામાં આવી છે.

અંદાજિત 150 થી વધુ બોટો દરિયાકિનારે સુરક્ષિત સ્થાને ગોઠવી દેવાઈ છે…સાથે દરિયામાં ગયેલા માછીમારોને પણ પરત બોલાવી લેવાયા છે.મરિન પોલીસ ,નેવી સહિત તંત્રના અધિકારીઓને કામગીરીમાં અહીંના માછીમારો સ્પોર્ટ આપી રહ્યા છે.જ્યારે જ્યારે વાવાઝોડાની સંભવત અસર હોય ત્યારે અહીં માછીમારો પણ એલર્ટ બની જતા હોય છે.હાલ માંડવીના મત્સ્ય બંદરે 150 થી વધુ બોટ દરિયાકિનારે સલામત સ્થળે ગોઠવી દેવાઈ છે.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here