કચ્છ : જખૌના દરિયામાંથી 500 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. છ ની કરાઇ ધરપકડ

New Update
કચ્છ : જખૌના દરિયામાંથી 500 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. છ ની કરાઇ ધરપકડ

પાકિસ્તાનના કરાચીથી ગુજરાતમાં આવતા 194 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ

કચ્છના જખૌના દરિયામાંથી 500 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જંગી જથ્થો કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યો છે.પાકિસ્તાનના કરાચીથી ગુજરાતમાં આવતા 194 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે.કોસ્ટગાર્ડના જવાનોએ દિલધડક ઓપરેશન કરીને પાકિસ્તાનથી કચ્છમાં ઘુસાડાતો ડ્રગ્સનો ધંધો બેનકાબ કર્યો છે.કચ્છમાં અત્યારસુધીનો સૌથી મોટો ડ્રગ્સકાંડ માનવામાં આવી રહ્યું છે. હાલ વિવિધ સુરક્ષા એજન્સીઓ તપાસમાં પરોવાઈ છે.

કચ્છના જખૌના દરિયા નજીક આજે વહેલી પરોઢે બોટ મારફતે પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડાતું 500 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ અને 6 આરોપીઓને કૉસ્ટગાર્ડે ઝડપી પાડયા છે.પાકિસ્તાનની અલ મદિના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કરાયા છે. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

કૉસ્ટગાર્ડે આપેલી માહિતી મુજબ,બે દિવસ અગાઉ નેશનલ ટેકનિકલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને DRI દ્વારા પાકિસ્તાનથી ફિશીંગ બોટમાં ભારતમાં ડ્રગ્સની દાણચોરી થવાની માહિતી અપાઈ હતી. જેથી કૉસ્ટગાર્ડે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં જાપતો વધારીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. દરમિયાન આજે વહેલી પરોઢે કોસ્ટગાર્ડના જવાનોએ પાકિસ્તાનના કરાચીથી નીકળેલી અલ મદિના બોટને આતરી તલાશી લેતા તેમાંથી કરોડોનું ડ્રગ્સ અને 6 પાકિસ્તાની ખલાસીઓ મળી આવ્યા હતા..

હાલ ઝડપાયેલાં ડ્રગ્સની નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરૉ સહિતની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. ઝડપાયેલુ ડ્રગ્સ હેરોઇન હોવાની શક્યતા છે.ઝડપાયેલાં 6 શખ્સોની પૂછપરછમાં ATS સહિતની વિવિધ એજન્સીઓ પરોવાઈ છે. કૉસ્ટગાર્ડની ટીમને જોઈ બોટમાં સવાર શખ્સોએ ડ્રગ્સના પેકેટ્સ સમુદ્રમાં નાખવાનું શરૂ કરી દીધું હતું પરંતુ સતર્ક જવાનોએ તુરંત જ બોટ પર ધસી જઈ તેમાં સવાર ખલાસીઓને ઝડપી પાડ્યાં હતા. સમુદ્રમાં ફેંકી દેવાયેલાં સાત પેકેટ્સ પણ પરત કબ્જે કરાયાં છે. જો કે, હાલ પૂછપરછ ચાલી રહી વધુ વિગતો જાહેર કરાઈ નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કચ્છના દરિયા કાંઠે પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાના કારનામાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે.આજનો આ ડ્રગ્સકાંડ ક્ચ્છ માટે અત્યારસુધીનો સંભવત સૌથી મોટો ડ્રગ્સકાંડ મનાઈ રહ્યો છે.ભારતના યુવાધનને નશાના રવાળે ચડાવવાના પાકિસ્તાનના બેનકાબ મુખોટાનો ભારતીય સુરક્ષા એજન્સીઓના જવાનોએ પર્દાફાશ કર્યો છે...ડ્રગ્સનો આ મસમોટો જથ્થો કરાંચીથી કોણે મોકલાવ્યો, કચ્છ - ગુજરાતમાં કોને આપવાનો હતો કોઈ મોટા માથાની સંડોવણી છે કે નહીં સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ આરંભી દેવાયો છે.

Latest Stories
    Read the Next Article

    ગુજરાતમાં આજે છૂટા છવાયા વરસાદની આગાહી, લોકો ગરમીથી પરેશાન

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજયના વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

    New Update
    monsoon

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજયના વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

    જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે. વરસાદે વિરામ લેતા અમદાવાદ સહિત શહેરોમાં લોકો અસહય ગરમી અને બફારાથી પરેશાન છે.

    હવામાન વિભાગે આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી,ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

     Forecast | heat | Gujarat Monsoon Update | Rain | Gujarat Weather Report

    Latest Stories