Connect Gujarat
ગુજરાત

કચ્છ: નલિયામા ઠંડીએ 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 3.6 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

કચ્છ: નલિયામા ઠંડીએ 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 3.6 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
X

ઉત્તર ભારતની હિમવર્ષાથી છેવાડાના કચ્છમાં ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે નલિયામાં તો જાણે કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હોઈ તેમ લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ પર ઉતર્યું છે.

કચ્છમાં કાતિલ ઠંડી પડી રહી છે નલિયામાં તો જાણે ઠંડીના કારણે કરફ્યુ હોય

તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 3 થી 4 ડિગ્રીના લઘુતમ તાપમાનમાં અહીંનું જનજીવન પ્રભાવિત થઈ

છે. નલિયાનાં બજારોમાં કોઈ ફરકતું સુધ્ધા નથી. બાળકો શાળાએ પણ સવારે મોડા જઇ રહ્યા

છે. નોકરિયાત વર્ગ બેથી ત્રણ સ્વેટર,ટોપી,મફલર,શાલ બાંધીને જ નીકળી રહ્યા છે. આમ જનજીવનને વ્યાપક અસર

સાથે અબોલા જીવો પણ ઠંડીનો સામનો કરી રહ્યા છે. કત્લેઆમ ઠંડીએ લોકોને ધ્રુજતા કરી

દીધા છે. નલિયામાં ઠંડીની અસરે ધંધા રોજગાર પણ ઠપ્પ થતા જોવા મળી રહ્યા છે. લોકો

બપોરના સમયે બહાર નીકળી પોતાના કામ પતાવી લે છે સવારે અને રાત્રે બહાર નીકળવાનું ટાળે

છે. છેલ્લે 15 ડિસેમ્બર 2015ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયેલું. ગત વર્ષે

નલિયામાં 20મી ડિસેમ્બરે 4.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સીઝનનું સૌથી

ઓછું તાપમાન નોંધાયું હતું.

Next Story
Share it