કચ્છ: રાપર તાલુકાના કુડા હાઇવે પર ખાનગી લકઝરી બસ પલટી મારતા, ૨૦ ઘાયલ

New Update
કચ્છ: રાપર તાલુકાના કુડા હાઇવે પર ખાનગી લકઝરી બસ પલટી મારતા, ૨૦ ઘાયલ

પેસેન્જર ભરેલી લકઝરી બસ પલટી મારી જતા ૨૦ થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાપર તાલુકાના કુડા અને રામવાવ વચ્ચે બસ ઊંઘી વળી ગઈ હતી. કુડા ગામથી રાપર તરફ જતી પેસેન્જર બસના ચાલકે ગોલાઈ પાસે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી જઈને રોડની બાજુમાં નીચે ખાબકી હતી.

publive-image

જેને પગલે ૨૦ જેટલા મુસાફરોને નાની - મોટી ઇજાઓ પહોંચી છે.એક મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટની હોસ્પિટલમાં જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મુસાફરોને બસમાંથી બહાર કાઢવા ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

Latest Stories