કચ્છ : સાંનધ્રો ડેમ ઓવર ફ્લો થતા કરાયા નીરના વધામણાં, તો બરંદાનો પુલ ધોવાઈ જતા લોકોને પડી હાલાકી

New Update
કચ્છ : સાંનધ્રો ડેમ ઓવર ફ્લો થતા કરાયા નીરના વધામણાં, તો બરંદાનો પુલ ધોવાઈ જતા લોકોને પડી હાલાકી

કચ્છના સરહદી લખપત તાલુકામાં વરસેલા મેઘરાજાએ ભારે નુકશાની સર્જી હતી. વર્માનગર-બરંદાનો પુલ ધોવાઈ જતા લોકોને હાલાકી પડી હતી. લખપત તાલુકામાં વર્માનગર બરંદા વાયા બાલાપર મૂડીયા પુલ ભારે વરસાદના કારણે તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બાલાપર પાસેની નદી બે કાંઠે વહેતા રોડ પરથી પાણી વહેતા પુલ ધોવાઈ ગયો છે. વાહન વ્યવહાર તો સંદતર બંધ જ છે, તો લોકોને અહીંથી ચાલીને જવું પડે છે. પુલ ધોવાઈ જતા બાલાપર, નરેડી, કાંટીયા, ગોધાતડ જવા લોકોને હાલાકી ભોગવવી પડે છે. અલગ અલગ તાલુકાઓમાં જિયો, બીએસએનએલ સહિત મોબાઈલ ટાવર સતત બે દિવસ બંધ અવસ્થામાં હોવાથી સંપર્ક વિહોણા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Advertisment

ઉપરાંત મોટી સિંચાઈનો સાંનધ્રો ડેમ પાણીની સારી આવકને કારણે ઓવર ફ્લો થઈ જતા ગ્રામજનોમાં આનંદની લાગણી પણ છવાઈ હતી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢા, કરણસિંહ સોઢા, માનસંગજી સોઢા સહિત આગેવાનો તથા સુભાષપર, પાંધ્રો, નવા નગર, મીઠીયારી ગામના ખેડૂતો અને પશુપાલકોની હાજરીમાં ડેમમાં નવા નીરને વધાવવામાં આવ્યા હતા.

Advertisment