જૈન સમુદાયના મહત્વના પર્યુષણ પર્વના આઠ દિવસો પૂર્ણ થતા બુધવારના રોજ કરજણ તાલુકાના મિયાગામ ખાતે જૈન સમુદાય દ્વારા શોભાયાત્રા યોજાઇ હતી.

ગામ નજીક આવેલા જૈન મંદિર પાસેથી શોભાયાત્રાએ પ્રસ્થાન કરી ગામના વિવિધ માર્ગો પરથી શોભાયાત્રાએ પરિભ્રમણ સાથે નિજ મંદિરે પરત ફરી શોભાયાત્રાનું સમાપન કરાયું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઇઓ, બહેનોએ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સાથે જૈન સમાજના આઠ દિવસના પર્યુષણ પર્વનું પણ સમાપન થયું હતું.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here