કરજણ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કાર ઝડપાઇ

New Update
કરજણ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કાર ઝડપાઇ

પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ રાખેલ પ્રોહિ જુગાર ડ્રાઇવ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક વડોદરા વિભાગ વડોદરાનાઓએ અાપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક સૌરભ તેોલંબિયા વડોદરા ગ્રામ્ય વડોદરાનાઓએ અાપેલી સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.ડી.મેવાડા ડભોઇ ડિવીઝન ડભોઇનાઓના માર્ગદર્શન હેઠળ ડિવીઝન વિસ્તારમાં પ્રોહિ જુગારની અસામાજિક પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ કરવા તાબાના તમામ અધિકારીઓને જરૂરી સુચના અાપવામાં અાવેલી હતી.

Advertisment

જે અનુસંધાને એ.પી.ગઢવી ઇન્ચાર્જ પો ઇ ને બાતમી મળેલી કે એક મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ - 01 RX 6119 ભરૂચ તરફથી વડોદરા તરફ અાવનાર છે બે પંચોના માણસો સાથે બોલાવી પંચોને બાતમીની હકિકતથી વાકેફ કરી દરમિયાન સદર બાતમીવાળી સ્વિફ્ટ ડિઝાયર ગાડી કરજણ ટોલનાકાના ટ્રેક નંબર બે ઉપર અાવતા બેટરીના પ્રકાશથી ઉભી રાખવા પ્રયત્ન કરતા સદર સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે પોતાની ગાડી કરજણ ટોલનાકા ટ્રેક નંબર બે નું બેરિયર તોડી ચાલકે પોતાની ગાડી વડોદરા તરફ હંકારી મુકી હતી.

જે ગાડીનો ખાનગી વાહનથી પીછો કરી તેને ઝડપી પાડી જેમાં તપાસ કરતા પરપ્રાંતિય વિદેશી દારૂની કાચની બોટલ ૭૫૦મિ લી ની નંગ ૩૮૪ કિંમત ₹ એક લાખ ચોસઠ હજાર ચારસો તથા મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિંમત પાંચ લાખ તથા મોબાઇલ નંગ ૨ કિંમત ₹ એક હજાર મળી કુલ છ લાખ પાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ મળી આવતા પોલીસે તે કબ્જે કરી આ અંગે કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી અારંભી છે

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.