/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-67.jpg)
આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને આ મહિનામાં ભક્તો દરેક દેવોના દર્શન કરવા માટે તલપાપડ હોય છે ત્યારે આજે આપણે નિહાળીશું શહેરાના મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શન
પંચમહાલ જિલ્લામાં શહેરા નજીક બિરાજમાન સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ,આ સ્થળનો ઉલ્લેખ પૂરાણોમાં પણ છે. વર્ષો પહેલા આ સ્થળ શિવપુરીનગરી તરીકે ઓળખાતું હતું. ત્યારે આવો દર્શન કરીએ સ્વયંભૂ દેવાધિદેવ મરડેશ્વર મહાદેવના સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ મંદિર પંચમહાલ જિલ્લાના શહેરાથી ૧ કિ.મી. દૂર પાલીખંડા ગામમાં બિરાજમાન છે. શહેરાથી પૂર્વ દિશામાં અંદાજે ૧ કિ.મી. દુર ભદ્રાલા ગામ છે. હજારો વર્ષ પહેલા આ ગામ ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું. લોક વાયકાઓ મુજબ આ ગામ શિવપુરીનગરી તરીકે પણ ઓળખાતું હતું.
આ દરમિયાન મુડેશ્વર નામના ઋષિજી યાત્રાએ નીકળ્યા હતા. ઋષિરાજના પથ પર, ભદ્રસેન રાજા દ્વારા પૂજન માટે સ્થપાયેલા શિવલિંગનો ઢગલો મળ્યો. જેથી ઋષિરાજે કમંડળના જળથી અંજલિ અર્પણ કરી પ્રત્યક્ષ શિવજીનું આહવાન કર્યુ જેથી મહાદેવજીએ ઋષિને દર્શન સાક્ષાત્કાર કરાવ્યો હતો.
ભદ્રસેન રાજા સાથે જેનો ઇતિહાસ સંકળાયેલો છે.તેવા આ મરડેશ્વર મહાદેવ દરેક ભક્તોની આસ્થાના પ્રતિક છે.અને આ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર વર્ષે અહીં દર્શનાર્થે આવે છે. તેમજ દર મહા શિવરાત્રીએ આ શિવલિંગમાં ચોખાના દાણા જેટલો વધારો થાય છે એવી લોક ચર્ચાઓ પણ સાંભળવા પણ મળે છે.