કર્ણાટકમાં 'કમ્બાલા' ના સમર્થનમાં પ્રદર્શન યોજાયુ

New Update
કર્ણાટકમાં 'કમ્બાલા' ના સમર્થનમાં પ્રદર્શન યોજાયુ

તામિલનાડુના જલીકટ્ટુ બાદ હવે કર્ણાટકમાં પણ પરંપરાગત રીતે યોજાતા 'કમ્બાલા' ના સમર્થનમાં લોકોએ પ્રદર્શન કર્યું હતુ.

કમ્બાલા એ કર્ણાટકમાં પરંપરાગત રીતે ઉજવાતો તહેવાર છે. જેમાં ભેંસોને કાદવમાં દોડાવવામાં આવે છે અને તેની પર ઇનામ પણ રાખવામાં આવે છે. જ્યાં ખેડૂતો ભેંસોને કાદવમાં દોડાવે છે.

એક માન્યતા મુજબ આખા વર્ષ દરમ્યાન ખેડૂતોના પશુઓ સારા રહે અને બીમારી ન લાગે તે માટે ભગવવાને રીઝવવા માટે કમ્બાલા એટલે કે ભેંસોની રેસનું આયોજન કરવામાં આવે છે.જેમાં જીતનારને ઇનામ આપવામાં આવે છે પહેલા ઇનામમાં નાળિયેર અને કેળા આપવામાં આવતા હતા.જયારે આજના સમયમાં રૂપિયા તેમજ સોના તેમજ ચાંદીના સિક્કા આપવામાં આવે છે.