New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/gadkari-759.jpg)
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કાર ઉત્પાદક કંપનીઓને ચેતવણી આપી છે, અને જણાવ્યું છે કે પેટ્રોલ તેમજ ડીઝલ થી દોડતી કારનાં બદલે કંપનીઓ હવે ઓલ્ટરનેટ ફ્યુલ થી ચાલતી કારનું પ્રોડક્શન કરવાનું સુચન કર્યુ હતુ.
ઇથેનોલ અને વીજળીથી ચાલતી કારના પ્રોડક્શનને વધારવા માટે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે ભવિષ્ય આજ પ્રકારનાં વાહનોનું છે.પોલ્યુશન ઘટાડવા માટે સરકારની પોલિસી સ્પષ્ટ છે.
ઇન્ડિયન અોટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ સોસાયટીની સમિટમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ ભાર પૂર્વક જણાવ્યું હતુ કે જો કંપનીઅો એમ નહીં કરે તો હું પૂછ્યા વગર પેટ્રોલ - ડીઝલને પ્રોત્સાહન અાપનારી કંપનીઅો પર તવાઈ બોલાવીશ.