/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/327610.jpg)
કેટરિના કૈફની બહેન ઇસાબેલ બોલીવૂડમાં આવવાની તૈયારી કરી રહી છે. તે પહેલા સલમાન ખાનના બનેવી આયુષની ફિલ્મ લવરાત્રિથી લોન્ચ થવાની વાત હતી. પરંતુ તે ફિલ્મ માટે સલમાને નવો ચહેરો શોધી લીધો હતો.
હવે ઇસાબેલ સૂરજ પાંચોલી સાથે ફિલ્મ ટાઇમ ટુ ડાન્સથી પોતાની કારકિર્દી શરૃ કરશે. તે સૂરજ પાંચોલી સાથે શૂટિંગ શરૃ કરવાની છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલના બીજા અઠવાડિયામાં લંડનથી શરૃ થાય તેવી શક્યતા છે. તે લેટિન ડાન્સરનું પાત્ર ભજવે તેવી શક્યતા છે. જ્યારે સૂરજ સ્ટ્રીટ ડાન્સર તરીકે જોવા મળશે જે સાલસા, ઝુમ્બા બચાટા સ્ટાઇલમાં નિપુણ છે.
આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર કરી રહ્યો છે જ્યારે તેનુંદિગ્દર્શન રેમો ડીસોઝા કરશે. તેમના પ્રમાણેઆ પ્રથમ હિંદી ફિલ્મ બનશે જેમાં વિવિધ નૃત્યોને સમાવામાં આવ્યા છે. સૂરજ અને ઇસાબેલ છેલ્લા બે મહિનાથી તૈયારી કરી રહ્યા છે.