Connect Gujarat
ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રચાર કરવા ગાંધીધામમાં સભા સંબોધી

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રચાર કરવા ગાંધીધામમાં સભા સંબોધી
X

રાફેલ એટલે રાહુલ ફેલ અને વડાપ્રધાનને ચોર કહીને કોંગ્રેસે દેશની ગરીમાનું અપમાન કર્યું છે તેવુ કહી કોંગ્રેસ પ્રહાર કર્યા

લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ હવે પરાકાષ્ટા ભણી

રાજનાથસિંહે પોતાની જોશીલી જબાન સાથે કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોશ ભર્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા નો પ્રચાર કરવા માટે ગાંધીધામમાં સભા સંબોધી હતી જેમાં રાફેલ એટલે રાહુલ ફેલ અને વડાપ્રધાનને ચોર કહીને કોંગ્રેસે દેશની ગરીમાનું અપમાન કર્યું છે તેવુ કહી કોંગ્રેસ પ્રહાર કર્યા હતા.

લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ હવે પરાકાષ્ટા ભણી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિહે કચ્છના ગાંધીધામ માં ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી. સમય કરતાં બે કલાક મોડા પડેલા રાજનાથસિંહે પોતાની જોશીલી જબાન સાથે કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોશ ભર્યા હતા તેમણે જણાવ્યું કે , ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે.

તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી બે વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત હવે ૨૦૧૯માં કોઈ ભૂલ નહિ કરતા અને ફરીવાર નરેન્દ્રભાઈને દેશનું સુકાન સોંપજો દેશમાં આર્થિક ક્ષેત્રે અને વિદેશમાં પણ પોતાની નીતિઓ દ્વારા જે રીતે નરેન્દ્રભાઈએ શાસન ચલાવ્યું છે તે જોતાં ૨૦૩૦ સુધીમાં ભારત અમેરિકા, રશિયા અને ચીન પૈકી વિશ્વની ટોપ ત્રણ પૈકીની એક મહાસતા હશે રાફેલ નેક્સટ જનરેશન સુરક્ષાની તૈયારી છે.

રાફેલ એટલે રાહુલ ફેલ,એવું કહીને રાજનાથસિંહે કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હૈની કરાતી ટિપ્પણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈના અપમાન સમાન ગણાવી આ અપમાનનો જવાબ મતદાન દ્વારા આપવા હાકલ કરી હતી ચોકીદાર ચોર નહીં પણ ચોકીદાર પ્યોર સ્યોર અને ક્યોંર છે કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાને તેમને સો ટચના સોના જેવા ગણાવ્યા હતા.

Next Story