ખનીજ માફિયા પર બાયડ પ્રાંત અધિકારીનો સપાટો, 1 ડંપર જપ્ત

New Update
ખનીજ માફિયા પર બાયડ પ્રાંત અધિકારીનો સપાટો, 1 ડંપર જપ્ત

અરવલ્લી જિલ્લામાં ખનન માફિયાઓ મનમુકીને ખનીજ ચોરી કરી કરી કરોડો રૂપિયાનો સરકારને ચુનો લગાવી રહ્યા છે ત્યારે બાયડમાં રોયલ્ટી વિના હેરાફેરી કરી રહેલા 27 જેટલા ડંપરનું ઓચિંતુ ચેકિંહ બાય તાલુકામાં હાથ ધરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાના સાઠંબા નજીક બાયડ પ્રાંત અધિકારી તેમજ મહેસુલ વિભાગ દ્વારા ચેકિંગમાં ખનીજ ચોરીને પકડી પાડવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લામાં ખનીજ ચોરીની શક્યતાઓને લઇને બાયડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સાઠંબા નજીક ઓચિંતુ ચેકિંગ હાથ ધરીને 27 ડંપરની ચકાસણી કરવામાં આવતા 1 ડંપરને પકડી પાડ્યું હતું. જિલ્લામાં ઠેર ઠર ચાલતા ખનનને લઇને બાયડ તાલુકામાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પકડી પડાયેલા ડંપરને પોલિસના હલાવે કરી દેવાયું છે.

મહત્વનું છે જિલ્લામાં સક્રિય થયેલા ખનન માફિયાઓ ખાણ ખનીજ વિભાગની નાક નીચે કરોડો રૂપિયાનો સરકારને ચુનો લગાવી રહ્યા છે. હાલ તો બાયડ પ્રાંત અધિકારીએ ઓચિંતુ ચેકિંગ હાથ ધરતાં સફળતા મળી છે. પણ માલપુર, મેઘરજ, ભિલોડા તેમજ મોડાસા તાલુકાઓમાં પણ ખનન થઇ રહ્યું છે. મોડી રાત્રે જિલ્લામાંથી અનેક ટ્રેક્ટર, ડંપર સહિતના વાહનો જિલ્લાના રસ્તાઓ પર બેરોકટોક બેફામ ફરી રહ્યા છે. જોકે આવા ખનન માફિયાઓ પર ક્યારે લગામ લાગશે તે એક સવાલ છે.