પંચમહાલ : ખાડીયા ગામ પાસેથી પસાર થતી કુણ નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળતા અનેક તર્ક વિતર્કો સાથે રહસ્ય અકબંધ જોવા મળ્યું.

New Update
પંચમહાલ : ખાડીયા ગામ પાસેથી પસાર થતી કુણ નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળતા અનેક તર્ક વિતર્કો સાથે રહસ્ય અકબંધ જોવા મળ્યું.

પંચમહાલ જિલ્લામાં આવેલ શહેરા તાલુકા તેમજ ગોધરા તાલુકામાં થઈ પસાર થતી કુણ નદીના પાણીમાં ફીણના ગોટે ગોટા જોવા મળતા ભારે તર્ક વિતર્કો સાથે રહસ્યમય અકબંધ જોવા મળ્યું હતું. આ કુણ નદી કેવડીયા થી શહેરા તાલુકાના ડુમેલાવ ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ ગોધરા તાલુકાના ટીમ્બા ગામ પાસે આવેલ મહી નદીમાં મળે છે.

આ નદીમાં ફીણના ગોટે ગોટા કયા કારણોસર જોવા મળ્યા છે તેનું રહસ્ય અકબંધ રહ્યું છે પરંતુ એક વાત સ્પષ્ટ કહી શકાય કે આ નદીમાં જોવા મળેલ ફીણના ગોટે ગોટા ક્યાંક પાણીના ક્ષારને લીધે અથવા કોઈક કેમિકલ યુક્ત પાણીના પ્રવાહને કારણે આવું બની શકે છે? જો આ નદીનું ફીણ યુકત પાણી ખેતી માટે ઉપયોગ કરવામાં આવે કે કોઈ પશુધન પીવે તો તેની ગંભીર અસર જોવા મળે છે. જેથી આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા ગોધરા પાસે આવેલ ખાડીયા ગામમાંથી પસાર થતી કુણ નદીના વિસ્તાર ની વહેલી તકે મુલાકાત લઈ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Latest Stories