ગાંધીનગર : એરફોર્સ દ્વારા “કારગીલ વિજય દિવસ”ના ઉપલક્ષે સાયકલિંગ, કેન્ડલ લાઇટ માર્ચ સહિત કરાઇ ઉજવણી

કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં ગાંધીનગર એરફોર્સ દ્વારા વિજય દિવસની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી કરવા વાયુદળનાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સ્વાક એ વાયુ સેના નગર, વાયુદળ, ગાંધીનગર ખાતે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ૨૮કિ.મી.ની સાયકલ રેલીના અભિયાનને એર માર્શલ એચ.એસ.અરોરા, એવીએસએમ, એડીસી, એઓસી-ઇન-સી હેડક્વાર્ટર સ્વાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.
કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં ગાંધીનગર એરફોર્સ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્પેશ્યલ ફોર્સીસે ધીમે ધીમે ઉડતાં હેલિકોપ્ટરનું પ્રદર્શન કર્યું હતું, જેમાં યુદ્ધમાં હુમલો કરવાની વિવિધ પધ્ધતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એર માર્શલ એચ.એસ.અરોરા એવીએસએમ, એડીસી એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હેડક્વાર્ટર સ્વાક અને શ્રીમતી બલજીત અરોરા, પ્રેસિડન્ટ, એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (રિજનલ)એ તમામ સંગિનીઓ સાથે મોખરે રહીને વાયુદળનાં સૈનિકો અને તેમનાં પરિવારજનો સાથે કેન્ડલ લાઇટ માર્ચ કરી હતી, જેનું આયોજન સ્વાકનાં હેડક્વાર્ટર વિસ્તારમાં થયું હતું.
રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં સશસ્ત્ર દળોનાં પ્રદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમનાં સુધી પહોંચવાનાં પ્રયાસો થયાં હતાં. કારગિલ યુદ્ધની ગાથા સશસ્ત્ર દળોનાં સર્વોચ્ચ ત્યાગની ભાવના વિશે વાકેફ કરવા લોકોને ફરી કહેવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતીય વાયુદળમાં આત્મવિશ્વાસ લાવવાનો અને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે યુવા પેઢીને પ્રોત્સાહન આપવાનો હતો.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા, સૌથી વધુ કેસ...
25 Jun 2022 4:06 PM GMTનર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં...
25 Jun 2022 3:30 PM GMTભરૂચ : ઈનર વ્હીલ ક્લબ દ્વારા યૂથ પાર્લામેન્ટ-2022નું આયોજન, વિવિધ...
25 Jun 2022 12:51 PM GMTઅમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર...
25 Jun 2022 12:23 PM GMTઅંકલેશ્વર : દારૂના જથ્થા સાથે નંદુરબારના બુટલેગરની GIDC બસ ડેપો નજીકથી ...
25 Jun 2022 12:18 PM GMT