ગોધરા શહેરના વ્હોરાવાડ વિસ્તારમાં આવેલ નગર પાલિકા હસ્તકની પાણીની ટાંકીના પંપ હાઉસમાંથી  મોટર પંપની ચોરી

New Update
ગોધરા શહેરના વ્હોરાવાડ વિસ્તારમાં આવેલ નગર પાલિકા હસ્તકની પાણીની ટાંકીના પંપ હાઉસમાંથી  મોટર પંપની ચોરી

ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારમાં આવેલી નગર પાલિકા હસ્તકની પાણીની ટાંકીના પંપ હાઉસમાંથી મોટર પંપની ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ ની જાણ નગર પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલને લેખિતમાં કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે

ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી માંથી દરરોજ હજારો લીટર પાણી નગરજનોને પુરું પાડવામાં આવતું હોય છે. આ ટાંકીના પંપ હાઉસ ઉપર દિવસ અને રાત્રી દરમિયાન નગર પાલિકાના રોજમદાર કર્મચારીઓ ફરજ પર હાજર રહેતા હોવા છતાં પંપ હાઉસમાંથી મોટર પંપની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે .પાલિકાના મુખ્ય અધિકારીએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં આપવામાં આવેલ રજુઆતમાં જણાવ્યું છે કે ,પાણીની ટાંકીના પંપ હાઉસમાં નગર પાલિકાનો પંપ મુકેલ હતો.આ ટાંકી ઉપર સલીમ મહમદ દાંત તા.૧૫/૭/ ૧૯ થી તા,૧૬/૭/ ૧૯ સુધી રજા પર હોઈ તેઓ તા.૧૭/૭/ ૧૯ ના રોજ બુધવારે હાજર થતા તેઓને પંપ મળી ન આવતા તેઓએ નગર પાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમાં જાણ કરી હતી.

ત્યાર બાદ નગર પાલિકા દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ કરેલ અને પંપ મળી નહિ આવતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યુ હતું.જેથી નગર પાલિકાના મુખ્ય અધિકારીએ જે પણ કર્મચારીઓ પાણીની ટાંકી ખાતે ફરજ બજાવતા હતા તેઓના નામ જોગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં જાણ કરી હતી. જેમાં સરફરાઝ દાવ, રમણભાઈ બારીયા, સોમાભાઈ બારીયા, મહમદ ઈરફાન મન્સુરી, રમેશ બારીયા,અ.સલામ ધંત્યા અને સમરસિંહ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંપ ચોરીની ફરિયાદ નોંધવા અંગેની માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. નગર પાલિકાના કર્મચારીઓ ૨૪ કલાક પાણીની ટાંકી ખાતે હાજર રહેતા હોવા છતાં પંપની ચોરી થતા ફરજ પરના કર્મચારીઓ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.