/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/ujjs-e1561476488467.jpg)
ગોધરા શહેરમાં લિલેસરા રોડ ઉપર આવેલ બ્લુ બેલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ UCMASની રાજ્ય કક્ષાની ગણિત સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થઈ ગોધરા શહેર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.
વડોદરા ખાતે આ ગણિત સ્પર્ધા ધોરણ ૧ થી ૮ ના ૫ થી ૧૩ વર્ષના બાળકો માટે યોજાઈ હતી. જેમાં માત્ર આઠ મિનિટની સમય મર્યાદામાં ૨૦૦ દાખલા ગણવાની સ્પર્ધા હોય છે. જેમાં બ્લુ બેલ પબ્લિક સ્કૂલના બાળકોએ સાત જ મિનિટમાં ૨૦૦ દાખલા સંપૂર્ણ સાચા ગણી કાઢ્યા હતાં.
આ સ્કૂલના વિદ્યાર્થી હાશીમ ઉમરજી સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિવાય મેરીટ એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીઓ આદિલ મિસ્ત્રી, નવિદઅહેમદ આલમ, ઝુબેરઅહેમદ આલમ, અરમાન આંકલા, દાનિશ રસુલભાઈએ પણ મહત્વની સિદ્ધિ મેળવેલ છે. આ વિદ્યાર્થીઓ રાજ્યસ્તર વિજેતા થઈ ૨૦મી જુલાઈએ કોલકાતા ખાતે રાષ્ટ્રીય-સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા જવાના છે.
સ્કૂલના આચાર્ય યાસમીનબેન અને USMAS એકેડેમીના પલ્લવભાઈ દેસાઈ, સોનાલીબેનએ આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.